વિરમગામઃ અમદાવાદ જિલ્લા પંચાયત ભવન માંજ પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રની શરૂઆત ટુંક સમયમાં શરૂ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.રાજ્યમાં

પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડુતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.પરંતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુતની મુખ્ય સમસ્યા યોગ્ય વેચાણ બજાર વ્યવસ્થા માટેની રહે છે.તેમજ ગ્રાહકને પણ શુદ્ધ પ્રાકૃતિક માલ મળે તે પણ ખુબ જ જરૂરી છે.ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરવામાં આવનાર છે.જે સંદર્ભમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા

માં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જિલ્લા સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ છે. જેમા જિલ્લા ખેતીવાડી અધિકારી , આત્માના ડાયરેક્ટર, જિલ્લા ખેડૂત સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક માં ખરીદ વેચાણ વ્યવસ્થાથી માંડી અન્ય પાસાની ચર્ચા વિચારણા કરાઈ હતી.જિલ્લાના પ્રાકૃતિક ખેડુતોને સુવિધા મળી રહે તે માટે આગામી ટૂંક સમયમાં જીલ્લા

પંચાયત ભવન માંજ વ્યવસ્થા શરૂ કરવામાં આવશેનુ જાણવા મળ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો