ખોખરામાં સિગારેટના રૂપિયા બાબતે બે પક્ષો વચ્ચે પોલીસની હાજરીમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં શખ્સે પોલીસની હાજરીમાં દુકાનદારના ઘર પર પથ્થર મારતો અને મહિલાને માર મારતા સીસીટીવી વાઇરલ થયા છે.


ત્યારે દુકાનદારે પણ પત્ની અને મિત્ર સાથે મળીને યુવકને ચપ્પુના ઘા માર્યા હોવાનું જણાવ્યુ છે. ખોખરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધીને વધુ તમામ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી વાઇરલ થયા છે તેમાં પોલીસની હાજરીમાં મોન્ટુ પથ્થર મારતો અને તેમની પુત્રીને માર મારતો નજરે આવી રહ્યો છે. ખોખરાના ભાઇપુરામાં રહેતા રાજેશ વર્મા ફસ્ટફુડની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 27 ડિસેમ્બરે રાત્રીના સમયે તે દુકાને હતા ત્યારે મોન્ટુ કોષ્ટી તેના બે મિત્રો સાથે દુકાને આવ્યો હતો. બાદમાં મોન્ટુએ સિગારેટ લીધી અને મસ્કાબનનો ઓર્ડર આપ્યો હતો. જેથી રાજેશે મોન્ટુ પાસે સિગારેટના રૂપિયા માંગતા તેને 'તું અમારી પાસેથી રૂપિયા માંગીશ' કહીને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. બાદમાં સાથે આવેલા ત્રણેયે શખ્સોએ રાજેશભાઇને માર માર્યો હતો. આ દરમ્યાન મોન્ટુનો પિતરાઇભાઇ રાહુલ ત્યાં આવતા તેને પણ ઝઘડો કર્યો હતો. આટલું જ નહિ પોલીસ આવતા પોલીસની હાજરીમાં મોન્ટુએ રાજેશભાઇ પર પથ્થરમાર્યો પરંતુ ખસી જતા દુકાન પર પડયો હતો. બાદમાં બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતાં ત્રણેય ભાગી ગયા હતા. આ અંગે રાજેશભાઇએ મોન્ટુ અને રાહુલ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. બીજી તરફ્ મોન્ટુએ પણ રાજેશભાઇ, તેમની પત્ની અને તેમના મિત્ર સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે 'મે સિગારેટ લેતા રાજેશે રૂપિયા માંગતા મે ઊભો છું જતો રહ્યો નથી' કહેતા ઉશ્કેરાઇને તેણે ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ રાજેશભાઇ, તેની પત્ની અને તેના મિત્રે ઝઘડો કરીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં પોલીસ આવતા બંનેને છોડાવ્યા હતા. આ અંગે ખોખરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: