ચંડીગઢથી સંતરાના બોક્સની આડમાં સરસપુરમાં આવેલા રામપુર કંપાઉન્ડમાં લાવવામાં આવેલો રૂ. 77 લાખનો વિદેશી દારૂનો જથ્થો પીસીબીએ દરોડો પાડીને જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો દાણીલીમડા, શહેર કોટડા તેમજ અન્ય બુટલેગરોએ મગાવ્યો હોવાનું સામે આવ્યું છે.


સરસપુર સફ્લ 10 કોમ્પલેક્સ પાસે આવેલા રામકુમાર મીલ કંપાઉન્ડના એક ગોડાઉન પાસે ચંડીગઢથી ટ્રકમાં સંતરાની આડમાં દારૂનો જથ્થો ગોડાઉનમાં ઉતારી ત્યાંથી અન્ય વાહનમાં લઇ જવાશે તેવી પીસીબીને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને ડ્રાઇવર રમેશચંદ્ર ઝુલાહા અને ફિરોઝ શેખને ઝડપીને તપાસ કરતા સંતરાની કેરેટની આડમાં છૂપાવેલી 77 લાખની કિંમતની 16 હજાર દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પંડિતજી નામના વ્યક્તિએ ચંડીગઢથી દારૂનો જથ્થો ભરીને મોકલ્યો હતો. સીયા ગોડાઉનના માલિક જયેશ પરમારે જથ્થો ખાલી કરી પેટીઓ વટવા સૈયદવાડીમાં રહેતા રાસીદ નામના બુટલેગરને આપવાની હતી. બાકીના દારૂની પેટી અન્ય બે વ્યક્તિએ આપવાની હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: