વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા આવાસ યોજનામાં સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા વકરતાં ચારેય તરફ્ અસહ્ય દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ દૂષિત પાણી માત્ર રોડ પર જ નહીં, પરંતુ સ્થાનિકોના ઘરના આંગણા સુધી પહોંચી રહ્યા છે, જેને કારણે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. બિસ્માર અને તૂટેલા રોડ-રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફરી વળતા આખોય રસ્તો કાદવ-કીચડમાં ફેરવાઈ ગયો છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. વટવાના ચાર માળિયા આવાસ યોજનામાં ગટર ઉભરાવાની સમસ્યા દૈનિક બની ગઈ છે, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશોનું જીવન દુષ્કર બની ગયું છે. ગટરના દૂષિત પાણી રસ્તાઓ પરથી પસાર થઈને સીધા લોકોના ઘરના આંગણા સુધી પહોંચી રહ્યા છે, જેનાથી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. વિસ્તારના મુખ્ય રસ્તાઓ પણ અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં છે, જેના પર ગટરના ગંદા પાણી ફરી વળતા કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. આને કારણે વાહનચાલકોના સ્લિપ થઈ જવાના અને રાહદારીઓના પડી જવાના બનાવો રોજિંદા બની ગયા છે, જે અકસ્માતોને નોતરી રહ્યા છે. ચારેય તરફ્ ભરાયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો કરી રહ્યો છે. સ્થાનિકોમાં ડેંગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટી જેવા પાચનતંત્ર અને ત્વચાના રોગો ફેલાવાનો ભારે ભય વ્યાપી ગયો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે આ પરિસ્થિતિએ મોટો ખતરો ઉભો કર્યો છે.
