ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (એફપીઆઇ) જુલાઇ, 2026માં ભારતીય શેરબજારમાં રૂ. 22,258 કરોડની ખરીદી કરી છે, જે છેલ્લા 22 મહિનાની સૌથી ઊંચી ખરીદી છે. જોકે આ મહિનામાં એફપીઆઇની શેરબજારમાં નેટ ખરીદીનો આંકડો રૂ. 7,602 કરોડ થાય છે, જે ફેબ્રુઆરી, 2026 પછીનો પ્રથમ મહિનો છે કે જ્યારે એફપીઆઇએ ભારતીય શેરબજારમાં નેટ ખરીદી કરી હોય. ફેબ્રુઆરી, 2026માં એફપીઆઇએ રૂ. 15,242ની નેટ ખરીદી કરી હતી. ફેબ્રુઆરી પછીના ચાર મહિનામાં એફપીઆઇએ ભારતીય શેરબજારમાં અનુક્રમે રૂ. 1,32,144 કરોડ, રૂ. 49,034 કરોડ. રૂ. 46,889 કરોડ અને રૂ. 29,172 કરોડની નેટ વેચવાલી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં યુએસ અને ઈરાન વચ્ચેની તંગદીલી ઘટતા અને ક્રૂડ ઓઈલના ભાવમાં પણ એકંદરે ઘટાડો જોવા મળતા રૂપિયો મજબૂત થયો હતો. જેને પગલે એફપીઆઈએ ભારતીય શેરબજારમાં ખરીદી કરવાનું વલણ અપનાવ્યું હતું. અને છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં સતત નેટ લેવાલી કરી હતી.
