પૂર્વ અમદાવાદમાં ઠગાઈના જુદા-જુદા ચાર બનાવ અંગેની ફરિયાદો નોંધાઈ છે. જેમાં રામોલમાં સસ્તુ સોનુ, કાર, ટુ-વ્હીલર અપાવવાની લાલચ આપીત્રણ ગઠિયાઓએ 9 વ્યક્તિ પાસેથી કુલ રૂ. 2.33 કરોડની છેતરપિંડી કરી છે.
જ્યારે બીજા બનાવમાં એરપોર્ટમાં યુવકને RTOનું ચલણ ભરવાનું બાકી હોવાનો APK ફઇલનો મેસેજ મોકલીને રૂ. 1.75 લાખની સાઈબર ઠગાઈ કરી હતી. ત્રીજી ઘટનામાં કૃષ્ણનગરમાં ગઠિયો કાર વેચાણ લેવાની છે કહી કાર લઇને ફરાર થયો છે. ઉપરાંત ચોથીં ઓઢવની ઘટનામા 33 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ સ્કીમોમાં રોકાણના બહાને ગઠિયાએ વેપારી પાસેથી રૂ. 4 લાખ પડાવ્યા છે. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
બનાવ-1
સરદારનગરમાં રહેતા વિજયભાઇ લખમાણીને ગત 1 ડીસેમ્બરે સાંજે અજાણ્યા નંબર પરથી RTO ચલણ બાકી છે તે પ્રકારનો APK ફાઈલવાળો મેસેજ આવ્યો હતો. યુવકે APK ફાઈલ વાળો મેસેજ ખોલતાની સાથે તેના ફોનમાં વાયરસ ઇન્સ્ટોલ થયો અને ગણતરીની મીનીટોમાં તેના એકાઉન્ટમાં રહેલા રૂ. 1.75 લાખ કપાઇ ગયા હતા. આ અંગે વિજયે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સાઈબર ક્રાઈમની ફરિયાદ નોધાવી છે.
બનાવ-2
વસ્ત્ર્રાલમાં રહેતા કનુભાઇ પટેલ ખેતીકામ કરે છે. જેમાં તેમનો પુત્ર વસ્ત્ર્રાલમાં રહેતો હોવાથી તે તેમના ઘરે આવતા હતા. ત્યારે તેમના ફ્લેટમાં રહેતા રણવીરસિંહ ચંડેલ તથા તેના બે સાગરિત સુમનબેન મિશ્રા અને અજયકુમાર મિશ્રાએ 9 લોકોને સસ્તામાં સોનું, અડધી કિમંતે ફેરવ્હીલ, મોબાઇલ, લેપટોપ અને ટુ-વ્હીલર અપાવવાની લાલચ આપી કનુભાઇ સહીત 9 લોકો પાસેથી રૂ.2.33 કરોડનું રોકાણ કરાવીને ફરાર ગયા હતા. આ રોકાણને અલુક્ષીને ગઠિયાઓએ જે ચેક આપેલ હતા તે પણ ફ્રોડથી ફરીઝ કરેલ બેન્કોના ચેક હતા. આ અંગે કનુભઆઇએ ત્રણેય સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવ-3
ઓઢવમાં વિજયભાઇ પરમાર આર.ઓ ફ્લ્ટિરનો ધંધો કરે છે. જેમાં તેમની દુકાનની બાજુમાં ગેરેજની દુકાને અજય મિશ્રા બેસવા આવતો હોવાથી તેની સાથે મુલાકાત થઇ હતી. બાદમાં અજયે વિજયભાઇને ઊંચા વળતર અને 33 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને સ્કીમોમાં રોકાણ કરાવીને કુલ રૂ. 4.69 લાખ પડાવી લીધા હતા. બાદમાં ફરાર થઇ ગયો હતો. આ અંગે વિજયભાઇએ અજય સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બનાવ-4
નવા નરોડામાં રહેતા જયભાઇ ત્રિવેદી બેન્કમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેને પોતાના ઉપયોગ માટે સ્કોર્પીઓ ગાડી લોન પર ખરીદી હતી. જેમાં એક યુવક અરૂણ દેસાઇને ગાડી પસંદ આવી જતા કહીને બેથી ત્રણ દિવસ માટે ચલાવવા માટે લઇ જવાનું કહીને ગાડી લઇને ફરાર થઇ ગયો હતો. ઉપરાંત ગઠિયો મકાન ખાલી કરીને જતો રહ્યો હોવાનુ જાણવા મળતા જયે અરૂણ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો