જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની અમદાવાદ મુલાકાતને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે

ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે

બાદમાં તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે, જ્યાં વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.

મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે

આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ અને સહકારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે

ચાન્સેલર મર્ઝ તેમના પ્રવાસ દરમિયાન અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરથી પરિચિત થશે. તેમની આ મુલાકાતથી ભારત-જર્મની સંબંધોમાં નવી ઊર્જા ઉમેરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો-----   ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું