વટવામાં રહેતો 21 વર્ષીય યુવક ગેરેજકામ કરે છે. જેમાં બે મહિના પહેલા યુવકની મહિલા મિત્રે તેની બહેનપણી આફ્રીન નામની યુવતી સાથે યુવકની મુલાકાત કરાવી હતી.


બંને વચ્ચે વાતો થતી અને મળતા હતા. આ દરમ્યાન બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. જેથી આફ્રીને ગત 4 ફ્રેબ્રુઆરીએ યુવકને નારોલની કોઝી હોટલ પાસે મળવા બોલાવ્યો હતો. બાદમાં બંને જણા એકટીવા પર બેસીને નાસ્તો કરવા જતા હતા. આ દરમ્યાન એક એકટીવા પર ત્રણ શખ્સો તેમની પાછળ આવ્યા અને યુવકને બુમ મારીને કીધું કે મેરી બહેન કો કહા લેકર જાતા હે કહીને ઊભા રખાવ્યા હતા. બાદમાં આવેલ શખ્સોએ યુવકને મેં મોહમંદ ફાયટર મેરે પે બહુત કેસ હે યે મેરી બહેન હે તથા બીજા શખ્સે યુવકને મેં ઇધર કા દાદા આકિબખાન પઠાણ હું ઓર એ મેરી વાઈફ્ હે અને તેમની સાથે આવેલા અરશદ ચૂહા વિડીયો ઉતારવા લાગ્યો હતો. બાદમાં ત્રણેય ભેગા મળીને યુવકને ઢોર માર મારીને છરી બતાવીને યુવકની એકટીવાની ડેકીમાં રહેલા રૂ.8 હજાર લૂંટી લીધા હતા. ત્યારબાદ આ વાત કોઇને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આફ્રીને ત્રણેય શખ્સોને આપણી પાસે રૂપિયા આવી ગયા નીકળી જઇએ તેમ કહેવા લાગી હતી. તેમ છતા શખ્સોએ યુવક પાસે વધુ રૂપિયાની માંગણી કરતા તેના મિત્રને ફેન કરીને રૂપિયા મંગાવ્યા હતા. ત્યારે યુવક મિત્રને રૂપિયા લઈને આવતા મોડું થતા તકનો લાભ લઈને આરોપીઓની ચુંગલમાંથી નાસી છુટયો હતો. આ અંગે યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં આફ્રીન, આકિબખાન પઠાણ, મોહમંદ ફાયટર અને અરશદ ચૂહા સામે ફરિયાદ નોધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: