વિશ્વભરમાં ભારે આતંક મચાવનારા ખતરનાક ઇબોલા વાયરસને લઈને ગુજરાતમાં પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે. આફ્રિકાના કોંગો દેશથી આવેલા એક 37 વર્ષીય નાગરિક, જે વ્યવસાયે બેંકર છે, તેમને ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં આઇસોલેટ કરીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગુજરાતના વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા

મળતી વિગતો મુજબ, આ દર્દી કોંગોથી ફ્લાઇટ દ્વારા મુંબઈ થઈને ગુજરાતના વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર હેલ્થ સ્ક્રીનીંગ દરમિયાન તેમનામાં ઇબોલા વાયરસના મુખ્ય લક્ષણ સમાન અત્યંત તીવ્ર તાવ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર તબીબી ટીમને શંકાસ્પદ લક્ષણો જણાતા જ કોઈપણ પ્રકારની બેદરકારી રાખ્યા વગર દર્દીને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સરકારે તૈયાર કરેલા વિશેષ ઇબોલા કેર વોર્ડમાં તેમની સારવાર અને દેખરેખ શરૂ કરવામાં આવી છે.


https://twitter.com/sandeshnews/status/2059604582351929628


પ્રથમ સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ

રાહતના સમાચાર એ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા દર્દીના પ્રથમ સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, વાયરસની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જોખમ લેવામાં આવ્યું નથી. દર્દીને હજુ પણ સખત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને પ્રોટોકોલ મુજબ કન્ફર્મેશન માટે વધુ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આ કેસ સામે આવ્યા બાદ રાજ્યભરના એરપોર્ટ્સ પર વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ વધુ કડક કરી દેવાયું છે.


આ પણ વાંચો----     Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે