શહેરના આશ્રમરોડ પરવ આવેલી ગૂગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના હેલ્થ સાથે રીતસરના ચેડા થઈ રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. હોસ્ટેલ અને કેન્ટીનનું ભોજનમાં સડેલા શાકભાજી અને એક્સપાયર ડેટવાલી ચીજ વસ્તૂઓ વપરાતી હોવાનો આક્ષેપ થયો છે. એટલુ જ નહી, તાજેતરમાં થયેલા વરસાદમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ ગંદા વરસાદી પાણીથી રસોડામાં તળાવ જેવી સ્થિતિ વચ્ચે ઉભા-ઉભા ભોજન લેવા મજબુર બન્યાં હતા. વિદ્યાપીઠના આવી દયનિય સ્થિતિમાં વિદ્યાર્થીઓનો રોષ સામે આવ્યો છે. હોસ્ટેલમાં ગંદકી અને તૂટેલા બાથરૂમ તેમજ સ્વચ્છતાના નામે તૂત હોવાનો આક્ષેપ વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા કરવામાં આવ્યો હતો. **

ઐતિહાસિક ગૂગુજરાત વિદ્યાપીઠ આજે પોતાના જ ઉમદા આદર્શો સામે સવાલો ઉભા કરતી એક કરુણ વાસ્તવિકતા રજૂ કરી રહી છે. વિદ્યાપીઠની હોસ્ટેલનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો માત્ર એક સામાન્ય વરસાદી દ્રશ્ય નથી, પરંતુ શિક્ષણ જગતના નીરસ તંત્ર અને વહીવટી ઉદાસીનતાનું એક જીવંત અને નગ્ન સત્ય છે. જેના કારણે વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકરો દ્વારા રસોડામાં અને કેન્ટીનમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન એક્સપાયર ડેટવાળી ખાદ્ય સામગ્રી અને સડેલા શાકભાજી હાથમાં આવ્યાં હતા. એ સિવાય હોસ્ટેલમાં ગંદકી પણ હોવાના આક્ષેપ સંગઠને કર્યાં હતા. **