સાયન્સ સિટી નજીક આવેલ ભાડજ બ્રિજ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલ યુવકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મુળ ઉત્તરપ્રદેશનો 23 વર્ષીય રાહુલકુમારસિંઘ યાદવ હેબતપુર ગામ પાસે એક પ્લાન્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ગત 27જુલાઇએ તે નોકરીએ ન પહોંચતા તેના સાથીદાર સહિતના લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં રાહુલનું અકસ્માતમાં મોત થયુ હોવાની જાણકારી મળી હતી.પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યુ કે રાહુલ યાદવ ભાડજ બ્રીજ પાસેથી રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રાહુલને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને ઘટના સ્થળની આસપાસથી સીસીટીવી ફુટજ મેળવવાનું શરૂ કર્યું છે. ઘટનાના 24 કલાક બાદ પણ અજાણ્યું વાહન કયું હતું તે હજું સધી ટ્રાફીક પોલીસને જાણવા મળ્યું નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો