બહેરામપુરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ગુટખા ખાવા નીકળેલ યુવકને બોલેરો પીકઅપવાને અડફેટે લેતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા બોલેરો પીકઅપવાન ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.


બહેરામપુરામાં રહેતા કંકુબેન પરમાર હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના 47 વર્ષીય પતિ હરીશભાઇ ધંધો કરતા હતા. ગત 26 ડિસેમ્બરે હરીશભાઇ સવારે ગુટખા ખાવા ઘરેથી નીકળ્યા હતા. અનેક કલાકો સુધી તે ઘરે ન આવતા તપાસ કરી હતી. શોધખોળ દરમ્યાન બહેરામપુરા ચોકી સામે હરીશભાઇ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ગત 30 ડિસેમ્બરે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જેથી પરિવારે તપાસ કરતા તેઓ રસ્તા ચાલતા જતા હતા તે સમયે પુરઝડપે આવી રહેલ બોલેરો પીકઅપ વાને હરીશભાઇને અડફેટે લીધા હતા. બાદમાં તે નાસી ગયો હતો. આ અંગે કે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા બોલેરો પીકઅપવાન ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

સગીરે અકસ્માત કરતા વાહન માલિક સામે ફરીયાદ

નારોલ સર્કલથી અસલાલી તરફ જતા રોડ પર ગત ઓક્ટોબર મહિનામાં અકસ્માત સર્જાયો હતો. વટવામાં રહેતા રેખાબેન રાઠોડ પતિ સંતોષભાઇ સાથે બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે શાહવાડી બ્રીજ પર રોંગ સાઇડમાં આવેલા ટુવ્હીલરચાલકે ટક્કર મારતા બંને પતિ પત્ની રોડ પર પટકાયા હતા. પાછળથી આવી રહેલા ટ્રક નીચે આવી જતા પતિનું મોત નિપજ્યુ હતું. આ અંગે કે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને તપાસ કરતા ટુ-વ્હીલર ચલાવીને અકસ્માત કરનાર સગીર હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પોલીસે સગીરને વાહન ચલાવવા આપનાર શ્રેણિક દવે સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: