અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અત્યારે 588.00 કરોડના ખર્ચે 1800 બેડની જનરલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે આ હોસ્પિટલના બિલ્ડીંગનું કામ સમયમર્યાદામાં પુર્ણ કરવા સૂચન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે અત્યારે જુની બિલ્ડીંગ તોડી એક તરફ નવી હોસ્પિટલનું કન્ટ્રક્શન ચાલી રહ્યું છે અને જુની બિલ્ડીંગનો કેટલોક હિસ્સો વપરાશમાં છે આવી સ્થિતિમાં એટલીક અગવડ દર્દીઓને કે તેઓના સગાઓને પડી રહી છે. પરંતું સરકારનો લક્ષ્ય છે કે હોસ્પિટલનું નિર્માણ કાર્ય સમયમર્યાદમાં પુર્ણ થાય અને લોકોને આધુનિક સુવિધા મળે. મહત્વનું છે કે શહેરમાં કે રાજ્યમાં કોરોના કે એન્ય કોઈ આક્સમિક ઘટના સામે આવી ત્ત્યારે હોસ્પિટલે મેનેજમેન્ટ કરવુ મુશ્કેલ થઈ જતુ હતું પરંતું આ નવી હોસ્પિટલમાં 500 બેડ ચેપી રોગની સારવાર માટે અલાયદા રાખવામાં આવ્યા છે. હાલ વપરાશમાં લેવાતા હોસ્પિટલના જૂના અને જર્જરિત વોર્ડ બ્લોકને તોડી પાડીને તેના સ્થાને આ નવી હોસ્પિટલ ઊભી કરાઈ રહી છે. મેડિસિટી કેમ્પસના ભાગરૂપે બની રહેલી આ ઈમારત ડબલ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને 10 માળની હશે. એક જ માળખા હેઠળ દર્દીઓને ઓપીડીથી લઈને ઓપરેશન સુધીની સારવાર સરળતાથી મળી રહે તે રીતે આયોજન કરાયું છે, તેમજ ટ્રોમા સેન્ટરનું પણ આ બિલ્ડિંગ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા સિવિલ સુપ્રિટેન્ડન ડો. રાકેશ જોશીએ કહ્યું કે આ નવી હોસ્પિટલમાં 300 આઈ.સી.યુ. બેડ, 3 વી.આઈ.પી. રૂમ, 50 સ્પેશિયલ રૂમ અને 60 આઈસોલેશન બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત 14 અદ્યતન ઓપરેશન થિયેટરો તૈયાર કરાશે, જેમાં ઓ.ટી. પે-ડન્ટ, લેમિનાર એર ફ્લો, ઓ.ટી. લાઈટ, કંટ્રોલ પેનલ, સ્ક્રબ અને હેચ બોક્સ જેવી સુવિધાઓ હશે. કોરોના મહામારીના અનુભવને ધ્યાનમાં રાખીને ચેપી રોગોના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા અને દવાઓની ઝડપી વહેંચણી માટે સેન્ટ્રલ ડ્રગ સ્ટોર પણ હશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો