એસ.જી. હાઈવે પર ટ્રાફિકના અવરોધ વગર બ્રિજ પર બ્રિજ બાંધવામાં આવી રહ્યા છે છતાં ટ્રાફિકની સમસ્યા જૈસે થે જેવી હાલત છે. કર્ણાવતી ક્લબ પાસે ઓવરબ્રીજનું નિર્માણ થયું પણ હજુ સુધી તેને ખોલવામાં આવ્યો નથી. નીચેનો સર્વિસ રોડ ગાડા માર્ગ બની ગયો છે. કર્ણાવતીથી ઈસ્કોન તરફનો રોડ પણ ખોલ્યો નથી. ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે રોડ ખાડામાર્ગ કહેવો વધુ ઉચિત છે. છતાં તંત્ર રગાશિયા ગાડાની માફક કામ કરે છે. જરાય ઉતાવળ નથી. લોકો દયનિય હાલતમાં છે.
