કૃષ્ણનગરનાં આધાર સેન્ટરને એક સપ્તાહથી બંધ કરી દેવાતા સ્થાનિકો ભારે હાલાકીમાં મુકાયા છે. આ આધાર સેન્ટરને હવે નવરંગપુરા ખસેડવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.


કૃષ્ણનગરના સેન્ટર પરથી નિયત ફી લઈ ને નવીન આધારકાર્ડ સાથે તમામ પ્રકારના સુધારા-વધારા થઇ શકે છે. જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સેન્ટર હતું. આમ છતાં આધાર સેન્ટરને નવરંગપુરા ખાતે નવા સકુંલમાં ખસેડવા માટેની નોટિસ ચીપકાવી દેવાતા સ્થાનિક નાગરિકો છેલ્લા દસ દિવસથી હેરાનગતિ ભોગવી રહ્યા છે. સ્થાનિકો આધારકાર્ડ માટે જાય ત્યારે નોટિસ જોઇને ધક્કો ખાય છે. સેન્ટર શરૂ વારંવારની કરાયેલી રજૂઆતો પણ બાજુ પર મુકાઇ ગઇ છે. સ્થાનિકોએ કહ્યું કે, સેન્ટર કાયમી ધોરણે બંધ કરીને નવરંગપુરા લઈ જવાની તજવીજ દશેક દિવસથી ચાલી રહ્યી હતી અને અંતે 15મી ડિસેમબરથી નવરંગપુરા ખસેડવાનો નિર્ણય લેવાયો છે. નરોડામાં સેન્ટર બંધ કરાશે તો લોકોને ખાનગી સેન્ટરમાં વધુ રૂપિયા આપી કામ કરાવવું પડશે. મ્યુનિ. કોર્પોરેશને કોઇ પણ સંજોગોમાં સેન્ટર ચાલુ રાખવું જોઇએ, તેવી રજૂઆતો સ્થાનિકો દ્વારા કરાઇ છે. પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નહીં હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: