અમદાવાદઃ લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડ (કંપની) એ તેની પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ.5ની મૂળ કિંમત પરાવતા ઇક્વિટી શેર માટે શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ.190 થી રૂ.201 નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (''IPO''અથવા ''ઓફર'') 17 ઓગસ્ટ 2026ના રોજ ખૂલશે. સબ્સ્ક્રિપ્શન માટે અને19 ઓગસ્ટ 2026ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 74 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 74 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આજની તારીખ સુધી રૂ.5ની મૂળ કિંમતના 499,977,156 ઇક્વિટી શેર બાકી છે. આ IPO રૂ.1200.00 કરોડ સુધીનો નવો ઇશ્યૂ છેઅને કંપનીના પ્રમોટર એમ. કિરણ કુમાર જૈન દ્વારા રૂ.500.00 કરોડ સુધીની ઓફર-ફોર-સેલ છે. કંપની લલિતા બ્રાન્ડ નામ હેઠળ કાર્યરત એક જ્વેલરી રિટેલર છે, જે દક્ષિણ ભારતીય જવેલરી બજારોની પ્રાદેશિક પસંદગીઓને પૂર્ણ કરવા માટે રચાયેલ વિવિધ શૈલીઓમાં સોનાના ઝવેરાત ચાંદીના ઝવેરાત અને હીરાના ઝવેરાતની શ્રોણી ઓફર કરે છે. કંપની 31 માર્ચ 2026 સુધીમાં 51 શહેરોમાં તેના 61 સ્ટોર્સ ધરાવે છે.
