તાજેતરમાં જ ઘુમા ગામમાં દીપડો દેખાયો હતો એ પછી તેની આજુબાજુમાં પણ સમગ્ર ભય નો માહોલ વ્યાપ્યો હતો અને વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ દીપડો પકડાયેલ હતો નહીં આ બનાવને હજી થોડા દિવસો થયા છે ત્યાં તો સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે ના રસ્તા પર વિશ્વવિરાજ ફાર્મ પાસે પણ દીપડાના ફૂટ પ્રિન્ટ જોવા મળ્યા હતા જેને લઈને મોટીદેવતી ગામ તથા આસપાસના લોકોમાં ભય નૉ માહોલ વ્યાપ્યો હતો. વાતની જાણ વન વિભાગ ના થતા વન વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરા મુકવામાં આવી સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હજુ સુધી કોઈએ દીપડાને રૂબરૂ જોયો હોય કે કોઈ મારણ થયું હોય એવા કોઈ સમાચાર મળેલ નથી. પરંતુ દીપડાના ફૂટપ્રિન્ટ ને લઈને મોટીદેવતી ગામમાં લોકો રાતે તેમજ વહેલી સવારે બહાર નીકળતા ભયભીત થવાપામ્યા છે.
