શહેરમાં ઠેર ઠેર રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વટવામાં પુનિતનગર રેલવે ફટકથી બચુભાઈના કૂવા તરફ જતા માર્ગ પર રસ્તો બનાવવા પાથરી દેવાયેલી કપચી પર પખવાડિયા બાદ પણ ડામરનો રોડ ન બનાવાતા વાહનચાલકો સહિત સ્થાનકો ત્રાહિમામ પોકારી ગયા છે. બુલેટ ટ્રેનને લઈ ને કામ પૂરું થવામાં પણ છ માસ વીતી ગયા છે.
તેમજ પીલરો પર વાયડકટ નાંખવાનું કામ પણ પુરું થયે મહિનાઓ વીતી ગયા તો પણ AMCનું તંત્ર રોડ બનાવવા માટે ગોકળ ગાયની ગતિએ કામ કરતા પખવાડિયાથી માત્ર કપચી જ પાથરીને સંતોષ માની લીધો છે. આ માર્ગ પર કપચી પાથરવાનો લઈને વાહનોમાં પંચર પડી જવાના બનાવો સાથે ટાયરો ફટી જાય કે વાહનચાલકનું બેલેન્સ પણ ના જળવાતા નીચે પટકાવાના બનાવો પણ બની રહ્યા છે પણ તંત્રની આંખ નથી ખૂલી રહી નથી. આ માટે સ્થાનિક નગરસેવકઓને રજૂઆત કરવામાં આવી છે છતાં રોડ જલ્દી બની જશે તેવા ઠાલા વચનો આપીને છટકી રહ્યા છે. બીજી તરફ્ અંધારામાં લોકોના જીવન પર જોખમ વધી રહ્યું છે, જેના પર કોઈ કામગીરી કરવામાં આવે તેવી રાહદારીઓની માંગણી છે.










