એક તરફ શહેરના ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા માટે AMC દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યાં બીજી તરફ ત્યાં રહેતાં લોકોને પીવાનું પાણી પણ યોગ્ય રીતે મળી રહ્યું નથી.
મધ્યઝોન અને કોટ વિસ્તારમાં ખાસ કરીને ખાડિયામાં ફરી એકવાર પ્રદૂષિત પાણીની ફરિયાદો વધી રહી છે. આ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી. પરંતુ અધિકારીઓ આ સૂચનાઓને ઘોળીને પી જતા ખાડિયામાં ઝાડા- ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ માંડવીની પોળ, હીરા ગાંધીની પોળ, શેઠની પોળ, દોલતખાના, લાલજી મહારાજનું ચોકઠું સહિતના વિસ્તારોમાં પ્રદુષિત પાણી મળી રહ્યું છે. જેના કારણેની હાડમારી વધી રહી છે.










