છેલ્લા થોડાં દિવસોથી સીટીએમ નજીક એક્સપ્રેસ હાઈવે તરફ જવાના મુખ્યમાર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે. જેના કારણે હજારો લિટર પાણી વેડફાયં છે.
આ માટે સ્થાનિકોએ ફરિયાદ કરી છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. રોડ પર પણ સવાર અને સાંજના સમયે ભારે ટ્રાફિકજામ હોય છે. એટલું જ નહીં આસપાસની સોસાયટીઓમાં છેલ્લા થોડાં દિવસોથી પાણીનો ફોર્સ પણ ઘટયો છે અને તેના અંગે પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી તેમ છતાં કોઈ જ કામગીરી થઈ નથી. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, એક તરફ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પાણીનો રસ્તા પર વ્યય થઈ રહ્યો છે. જેના અંગે તાકીદે કામગીરી કરવામાં આવે તેવી જ રજૂઆત છે.










