વિરમગામઃવિરમગામ શહેરમાં રૂ. 56 કરોડથી વધુ ખર્ચે નવીન રેલવે સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે. હજુ પૂર્ણ થયું નથી.એવામાં તાજેતરમાં પડેલા વરસાદથી રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ સ્થળ છતમાંથી પ્રથમ વરસાદે પાણી ટપકતા કામગીરીની ગુણવત્તા સામે લોકો દ્વારા અનેક વેધક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.ત્યારે શહેરી જનોમાં નવ નિર્મિત રેલવે સ્ટેશનમાં નબળી કામગીરી થઈ રહ્યાની તથા ભ્રષ્ટાચારની ચર્ચાઓએ જોર પકડયું છે.હજુતો રેલવે સ્ટેશનના નિર્માણ કરાયેલ બાંધકામમાં નવા રૂપ રંગ અપાઈ રહ્યા છે ત્યારે નિર્મિત નવા રેલવે સ્ટેશનમાં પાણી ટપકવાનો બનાવ સામે આવતા જવાબદારો સામે રોષ ફેલાયો છે.ઉચ્ચ કક્ષાએથી રેલવે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં ભરવા લોક માંગ છે. આ અંગે રેલવે વિભાગના એસ.એસ.ઈ રાકેશકુમારે જણાવ્યુ હતુ કે હાલ રેલવે સ્ટેશનનું કામ ચાલુ છે.જેના ત્રણવિભાગમાં મકાન છે.જેની વચ્ચે જોઈન્ટ આપવાનું કામ,વોટર પ્રૂફ્ગિં કામ ચાલુ છે.જેથી વરસાદમાં પાણી ટપ કવાનું સામે આવ્યું હતુ.

Lunawada: બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ









