પૂર્વમાં નિકોલ અને એસપી રિંગરોડ સહિતના વિસ્તારોમાં એક વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન ના રિઝર્વ પ્લોટમાં ચાલતા ખાણીપીણી તથા જુદા જુદા બજારો બંધ કરવામાં આવ્યા હતા.


પરંતુ છેલ્લા એકાદ મહિનાથી આજ પ્લોટો ઉપર ફરીથી આવા ખાણીપીણી તેમજ ઘરવખરીની વસ્તુ વેચનારા બજારો ખૂલી ગયા છે. જેના કારણે આ રિઝર્વ પ્લોટો પાસેની સોસાયટીઓ તથા ફ્લેટોના રહીશો તેમજ વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ બજારો મોટાં ભાગે કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ખોલાયા હોય તેવું નજરે પડી રહ્યું છે. આ બજારોમાં ફાયર સેફ્ટીની સગવડ, હેલ્થ લાયસન્સ, પાર્કિંગ લાઇટ તથા અન્ય સગવડો કાયદેસર રીતે નહીં હોવાની પણ ફરિયાદો પણ સામે આવી છે. આ પ્લોટમાં આગ જેવા બનાવો બંને તો રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના બનવાની પૂરેપૂરી શકયતાઓ રહેલી છે.

આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતા જણાવ્યું કે, ખાણીપીણી બજારો રાત્રે મોડે સુધી ચાલુ રહેતા હોવાથી અસામાજિક બેફામ બન્યા છે. તેમજ હાલમાં પોલીસની તપાસ છતાં ફૂડ બજારોની આસપાસ દારૂનું અને નશીલા પદાર્થોના વેચાણ અને સેવન ખાણીપીણીના બજારોમાં આવતા યુવાનોમાં જોવા મળી રહ્યું છે. ઔડાના તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે બાગ બગીચા, સ્વિમિંગ પૂલ, કમ્યુનિટી હોલ, પોલિસ સ્ટેશન, લાઇબ્રેરી, પમ્પિંગ સ્ટેશન, જેવી સુવિધા- સગવડો ઉભી કરવા 40% કપાત ટીપી ફયનલ કરતી વખતે ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન લેતી હોય છે, પરંતુ આવા રિઝર્વ પ્લોટ સત્તાધારી પક્ષના હોદેદારો તથા કાયૅકરો તંત્ર સાથે મળીને લાખો રુપિયાનો ભષ્ટાચાર કરી રહ્યા હોવાની સ્થાનિકોની ફરિયાદ સામે આવી છે. જેથી સ્થાનિકોમાં રોષ ઉદભવ્યો છે.

AMCના ફૂડ બજાર માટેના નિયમો માત્ર કાગળ પર ?

AMCના નિયમ અનુસાર, જ્યારે કોઈપણ પ્લોટ ઠરાવ કરીને ભાડે આપવામાં આવે છે ત્યારે તેમાં કેટલીક શરતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેના અનુસાર, કેટલાક લાઇસન્સ અને NOC પણ લેવાની હોય છે. જોકે પ્લોટ ભાડે લેનાર કેટલાક લોકો શરતોનું પાલન પણ કરતા હોતા નથી. કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા ન હતા તેમજ સીઝનેબલ વેપારનો ઠરાવ કરીને પ્લોટ ભાડે મેળવવામાં આવ્યો હોય, તેના પર ફૂડ કે અન્ય વસ્તુના વેચાણ માટેની પરવાનગી આપવામાં આવી શકતી નથી. જે વ્યક્તિ પોતાના નામે પ્લોટ ભાડે લીધો છે તે વ્યક્તિને જ ચલાવવાનો હોય છે અને અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપી શકતા નથી જેથી આ તમામ પ્લોટમાં તપાસ કરીને જે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: