નરોડા GIDC ફેઝ-3 માંઆવેલા પ્લોટ નંબર 28 સ્થિત કિસમિસ પ્રોડક્ટ નામની બિસ્કિટ બનાવતી કંપનીમાં ગુરુવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. આગની ગંભીરતાને ધ્યાને રાખી ચીફ્ ફાયર ઓફ્સિર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગને બુઝાવવા 12 ગજરાજ વોટર ટેન્કર, 01 બાઉઝર, 01 મીની ફાયર ફાઈટર અને ઈમરજન્સી ટેન્ડર અને 120થી વધુ અધિકારીઓ તથા ફાયર જવાનોની મદદ લેવાઈ હતી. કંપનીનું ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું સ્ટ્રક્ચર હોવાથી અને અંદર મોટા પ્રમાણમાંકાર્ટુન, પ્લાસ્ટિક, લોટ તથા રો-મટીરિયલનો જથ્થો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

A fierce fire broke out at a biscuit manufacturing company in Naroda GIDC, with firefighters containing the incident without casualties.