અમદાવાદઃ 80મા સ્વતંત્રતા દિવસના પાવન અવસર પર શેલ્બી હોસ્પિટલ, નરોડા ખાતે દેશભક્તિ અને માનવસેવાની ભાવના સાથે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ અને અંગદાતાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફ્ સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના CAO ડૉ. પ્રફુલ્લ ધારાણી દ્વારા અંગદાનના મહત્વ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'અંગદાન એ માત્ર એક જીવન બચાવવાનું કાર્ય નથી, પરંતુ કોઈ વ્યક્તિ અને તેના પરિવારને નવી આશા અને નવું જીવન આપવાનો મહાન સંકલ્પ છે.' તેમણે સમાજના લોકોને અંગદાન અંગે જાગૃત થવા અને આ મહાન સેવાકાર્યમાં આગળ આવવા માટે અપીલ કરી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ અને અંગદાતાઓની ઉપસ્થિતિએ કાર્યક્રમનેવધુ ભાવનાત્મક અને પ્રેરણાદાયી બનાવ્યો. તેમના માધ્યમથી 'અંગદાનમહાદાન' અને મૃત્યુ બાદ પણ કોઈને નવું જીવન આપવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો. શેલ્બી હોસ્પિટલ, નરોડા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને માનવસેવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો.
