રખિયાલમાં પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને બાતમી મળી હતી કે, નૂર મહેલ હોટલની ગલીમાં એક પાર્ક કરેલી કારમાં બેઠેલા શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે અને તે છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. આ બાદ રખિયાલ પોલીસે વૉચ ગોઠવીને ત્યાં દરોડો પાડયો હતો. પોલીસે સોયબ અહેમદ ઉર્ફે પપ્પુ અહેજાજ અહેમદ સિદ્દીકીને પકડી તેની પાસે રહેલો 2.62 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આટલુ જ નહીં, પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા વુદ્ધે કોઇ જવાબ આપ્યો ન હતો. આ અંગે રખિયાલ પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ તેની સામે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. ઉપરાંત તેની પાસે રહેલો 7.65 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને ડ્રગ્સ માફિયાની શોધખોળ હાથ ધરી છે.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: