દાણીલીમડામાં 72 વર્ષીય વૃદ્ધાને જાણ થઇ કે તેમની 17 વર્ષીય પૌત્રીને બાજુની સોસાયટીમાં રહેતા યુવક સાથે મિત્રતા છે, પરંતુ યુવક સગીરાને રિલેશનશીપ રાખવાનું દબાણ કરતા સગીરાએ તેને ના પાડીને મિત્રતા તોડી નાખી હતી.


જે બાદ યુવક છેલ્લા ત્રણ દિવસથી સગીરા ઘર પાસે આંટા મારતો હતો. તેમજ વારંવાર સગીરાની છેડતી કરતો હતો. ગત 11 ડિસેમ્બરે પૌત્રીએ જોરથી બૂમ પાડતા વૃદ્ધાએ જાગીને જોતા તે પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકતી હતી. જેથી તેમણે આસપાસના લોકોને બોલાવીને પૌત્રીને ઉતારી હતી. આ દરમ્યાન યુવકે તેમના ઘરે આવી સગીરાને 'તુ મારી નહિ થાય તો કોઇની નહિ થવા દઉ, જીવતી નહીં છોડું' કહીને તેને પોતાની જાતે જ તેના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા. જેથી આસપાસના લોકોએ સગીરા અને યુવકને સારવાર માટે મોકલી આપી હતી. આ અંગે વૃદ્ધાએ યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

રામોલમાં લિફ્ટમાં શખ્સે 8 વર્ષની કિશોરીની છેડતી કરી

રામોલમાં 8 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે અને શાળામાં અભ્યાસ કરે છે. જેમાં 10 દિવસ પહેલા કિશોરી શાળાથી આવી ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં ઘરે જતી હતી. તે સમયે તેના વિસ્તારમાં રહેતો વિકટર શેલત નામનો વ્યક્તિ લિફ્ટમાં આવ્યો હતો. તેને કિશોરીની લિફ્ટમાં છેડતી કરી હતી. જેથી ગભરાઇને કિશોરી ઘરે જઈ ગુમસુમ રહેતા માતા-પિતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે કિશોરીના માતા-પિતાએ વિકટર સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: