રાજ્યનાં 131 તાલુકાઓમાં આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ્ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુરુવારના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બુધવારના રોજ દિવસ દરમિયાનના 12 કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ તેમજ અરવલ્લી જિલ્લામાં હળવાથી ભારે વરસાદી માહોલ રહ્યો હતો. એ સિવાય મધ્ય ગુજરાતના ડાંગ, પંચમહાલ, મહીસાગર, નર્મદા સહિતના જિલ્લામાં પણ 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન 7 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો