શહેરમાં સતત ટ્રાફિકજામની સમસ્યા વધી રહી છે. આ કારણે લોકોને હેરાન થવાનો વધારો થઈ રહ્યો છે. હાલમાં સારંગપુર બ્રિજનો રસ્તો બંધ હોવાથી શહેરના મહત્વના અનુપમ સીનેમા સર્કલ પર હાલ ક્ષમતાથી ઘણો વધુ ટ્રાફ્કિનું ભારણ સર્જાયું છે.
પરિણામે આખો દિવસ ટ્રાફ્કિ જામની સમસ્યા સતત રહેતી હોય છે. તેમ છતાં આ સર્કલ પર પૂરતો ટ્રાફ્કિ પોલીસ બંદોબસ્ત ગોઠવવા બાબતે તંત્ર દ્વારા ઢીલાશ દાખવાતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગાયત્રી ડેરીથી અનુપમ સીનેમા સર્કલ સુધી દુકાનદારો દ્વારા રસ્તા પર કરવામાં આવતું અતિક્રમણ અને ગેરકાયદે રીતે પાર્ક કરાયેલા વાહનો અને રસ્તા વચ્ચે ઉભો કરાયેલ ટ્રાફ્કિ સિગ્નલનો થાંભલો ટ્રાફ્કિ જામને વધુ ગંભીર બનાવી રહ્યા છે. આ તમામ કારણોસર વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડે છે, જેના કારણે સમય અને ઇંધણ બન્નેનો વેડફટ થાય છે.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો તંત્રના ઉચ્ચ સંબંધિત અધિકારીઓને અપીલ કરી રહ્યા છે કે તેઓ પોતાની વૈભવી કચેરીઓમાંથી બહાર આવી એકવાર આ રસ્તા પરથી પસાર થઈ વાહનચાલકોને થતી મુશ્કેલીનો અનુભવ કરે. જો ટ્રાફ્કિ સિગ્નલનો થાંભલો રસ્તાની એક બાજુ ખસેડી રસ્તો થોડો પહોળો કરવામાં આવે તથા અતિક્રમણ અને ગેરકાયદે પાર્કિંગ સામે કડક કાર્યવાહી થાય, તો આ સ્થળે ટ્રાફ્કિની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો શક્ય બની શકે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો