મણિનાગર વિસ્તારમાં આવેલા ગુરુજી બ્રિજના છેડે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ખોદકામ કરીને કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે. રસ્તા પર માટીના ઢગલા, બેરિકેડ્સ અને ખોદેલા ખાડાઓને કારણે વાહનચાલકો તેમજ આસપાસના રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પરથી ઊતરતા જ રસ્તાની એક બાજુ ખોદકામ થયેલું હોવાથી વાહનોની અવરજવર માટે જગ્યા ઓછી પડે છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ટ્રાફ્કિ જામની ગંભીર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા સાઇનબોર્ડ કે લાઇટિંગના અભાવે નાના વાહનચાલકો અને અજાણ્યા લોકો માટે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોનો આરોપ છે કે, ખોદકામ કર્યા બાદ લાંબા સમય સુધી કામ પૂરું કરવામાં આવતું નથી. તંત્રની આ ધીમી કામગીરી અને બેદરકારીને કારણે રોજબરોજ ટ્રાફ્કિમાં ફ્સાવાનો વારો આવે છે.
