સરદાર પટેલ રીંગ પર અસલાલી તેમજ કમોડ સર્કલ પર વારંવાર થતા ટ્રાફિકજામથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તેમાંય રીંગ રોડ પરથી જુદી જુદી ઔદ્યોગિક વસાહતોમાં નોકરી અને ધંધાર્થે જતા લોકોને ટ્રાફિકજામમાં સપડાતા મોડા પહોંચતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે દસક્રોઇના ધારાસભ્ય બાબુભાઈ પટેલ દ્વારા અસલાલી સર્કલ તેમજ કમોડ સર્કલ પર વારંવાર થતા ટ્રાફ્કિજામની સમસ્યાના કાયમી ઉકેલ સંદર્ભે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા પોલીસના ટ્રાફ્કિ વિભાગ અને ઔડાના અધિકારીઓએ મંગળવારે સ્થળની મુલાકાત કરી હતી તેમજ બંને સ્થળે ટ્રાફ્કિજામ થવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી.

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ









