અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક સળગતી ઘટના સામે આવી છે. અમદાવાદના પોશ ગણાતા નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ તંત્રના પૂર્વ ઉચ્ચ અધિકારી એટલે કે નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે આ ફાયરિંગ કર્યું હોવાની આશંકા સામે આવી છે.
જમીન વિવાદને કારણે મામલો બિચક્યો
મળતી પ્રાથમિક વિગતો મુજબ, કોઈ જૂના જમીન વિવાદને કારણે મામલો બિચક્યો હતો. ઉશ્કેરાટમાં આવીને નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે પોતાની બંદૂકમાંથી એક પછી એક એમ કુલ 5 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરી દીધું હોવાની શંકા છે.
