લાંભા વિસ્તારમાં લાંબા સમયથી પૂરતા પીવાના પાણી અને સાફ પાણીની ફરિયાદ રહેલી હતી. આ માટે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શનથી લઈ ઘણી રજૂઆતો કરવામાં આવી હતી.
આખરે પાણી લાઈનના રિપેરિંગની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરાશે. લાંભાના ગ્યાસપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હતી. જેને હળવી કરવા માટે AMC દ્વારા ગામમાં આવેલા ગાર્ડનમાં પાણીની ટાંકી માટેની લાઇન નાખવામાં આવશે. આ માટે રૂ. 33,46,486 નો ખર્ચ કરાશે. છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડના ગામમાં પીવાના પાણીની સમસ્યાનો લોકો સ્થાનિકો સામનો કરી રહ્યા હતા. આથી પાણીની ટાંકીની લાઇન અપગ્રેડ અપગ્રેટ કરવાની લાંબા સમયથી જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી સામાન્ય જનતાની પીવાની પાણીમાંથી મોટી રાહત મળી રહેશે.










