47.60 કરોડના ખર્ચે 10 તળાવના ઈન્ટરલિંગની પ્રોસેસ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 36 તળાવોને ઈન્ટરલિંક કરી દેવાયા છે, 30 જેટલા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થશે અને શહેરમાંથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી થશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા પાણીની અછત દૂર થશે.


[[$googlead]]

ઈન્ટરલિકિંગની કામગીરી માટે ટેન્ડર પ્રોસેસ હાય ધરાઈ રહી છે

AMC હારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને કારણે નાગરિકોને વેઠવી પડતી હાલાકી હળવી કરવા. વરસાઠી પાલીથી તળાવો ભરવા, શહેરના પર્યાવરણમાં સુધારો કરવા અને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવાના હેતુસર તળાવો ઈન્ટરલિંક કરવામાં આવી રહ્યા છે. શહેરના તળાવોમાં બારેમાસ પાણી ભરાવેલું રહે તે હેતુસર AMC દ્વારા રૂ. ૨૧૭ કરોડના ખર્ચે ૨૨ તળાવો ઈન્ટરલિક કરવાનું આયોજન હાથ ધરાયું છે. AMC દ્વારા અત્યાર સુધીમાં ૩૯ તળાવોનું ઈન્ટરલિંકિંગ કરવામાં આવ્યું છે અને રૂ. ૪૭ કરોડ, ૨૦ લાખના ખર્ચ ૧૦ તળાવોના ઈન્ટરલિકિંગની કામગીરી માટે ટેન્ડર પ્રોસેસ હાય ધરાઈ રહી હોવાનું જાણવા મળે છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોને ઈન્ટરલિકિંગ કરવા મોટાપાયે આયોજન હાથ ધરાયું છે

શહેરના વિવિધ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીને સ્ટ્રોમ વોટર મારફતે તળાવોમાં પહોંચાડી તેમજ એક તળાવમાંથી વધારાનું પાણી અન્ય તળાવમાં પહોંચાડવા માટે મ્યુનિ. દ્વારા તળાવોના ઇન્ટરલીકીંગનું આયોજન કરવામાં આવ્યું છે. AMC દ્વારા હાલ ૨૨ જેટલા તળાવોને ઇન્ટરલીંકીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા કરોડોના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોને ઈન્ટરલિકિંગ કરવા મોટાપાયે આયોજન હાથ ધરાયું છે અને આ હેતુસર કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત જંગી રકમની પણ ગ્રાન્ટ આપવામાં આવશે.

[[$alsoread]]

શહેરના 22 તળાવોના ઈન્ટરલિંકિંગની ચાલી રહેલી કામગીરી

AMC દ્વારા ઇન્ટરલીંકીંગ કરવા માટે ચાલી રહેલી કામગીરી અંતર્ગત શહેરના ૨૨ તળાવોમાં પુનિયા, કણજિયું, બેદાર, શકરી, આઝાદનગર, રતનપુર, વડુ, સાત તલાવડી રોમાલ, ખોડિયાર તળાવ, મહાલક્ષ્મી તળાવ, રોપડા તળાવ, વાનરવટ તળાવ, લાંભા તળાવ, અરલાલી તળાવ વગેરે તળાવોનો સમાવેશ થાય છે. આ તળાવો ઇન્ટરલીંકીંગ કરવાની કામગીરીમાં કેટલાકમાં ૪૦ ટકા જેટલી કામગીરી પુર્ણ થઇ છે.

ગોતા- ગોધાવી, સાબરમતી, ખારીકટ કેનાલ સાથે ઈન્ટરલિંક

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૩૬ તળાવોને ગોતા- ગોધાવી, સાબરમતી, ખારીકટ કેનાલ સાથે ઈન્ટરલિંક કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને તેના પરિણામે તળાવોની આસપાસના વિસ્તારોમાં ૩૦ જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા મહદઅંશે નિવારી શકાઈ છે અને તેના લીધે ભૂગર્ભ તળ સ્તર ઉંચા આવશે તેમજ કુદરતી સૌંદર્યમાં વધારો થશે.

નિકોલ તળાવને ખારીકટ કેનાલ સાથે જોડવામાં આવ્યા છે

ખોરજ, ત્રાગડ, છારોડી, જગતપુર, વેસ્ટર્ન પ્રાઇમ, ગોતા, કાળી, ચેનપુર, રાણીપ, ચાંદલોડીયા, યદુડી, દેવસીટી, આરસી ટેકનીકલ, ભાડજ, ઉમા ગ્રીનલેન્ડ, ઉગતી, ગુલમહોર ગ્રીન, વેસ્ટર્ન પ્રાઇમથી ઓગણજથી કોપરણથી કાગમેર થી સોલા તળાવ સહિત ૧૫ તળાવને ઇન્ટલીકીંગ કરી તેને ગોતા ગોધાવી કેનાલ સાથે જોડવામાં આવ્યા છે. સોલા, એબીડી, થલતેજ, મહિલા, આંબલી, મુમદપુરા, મકરબા, સરખેજ, વિવેકાનંદ, આરએમએસ, વસ્ત્રાપુર, પાંચા, રોપડા સહિત ૧૩ તળાવનું જોડાણ સાબરમતી નદી સાથે કરાયું છે. શાલિગ્રામ-૨, શાલિગ્રામ-૧, સુરભી, નિકોલ તળાવને ખારીકટ કેનાલ સાથે જોડવામાં આવ્યા છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ફરી ઠંડીએ પકડયું જોર, બીજી તરફ IMDએ વરસાદની સાથે ઠંડીની આપી ચેતવણી



  • Follow us on: