અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે AMCના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. અમદાવાદમાં સાબરમતી નદી પર સ્થિત, સુભાષ બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતો એક સીમાચિહ્ન છે. અને આ સુભાષ બ્રિજ મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવેલ છે. આ અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા માટે રોડ ડાઇવર્ઝન આપવામાં આવેલ છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટના કેટલાક રોડ બંધ કરાયા
સુભાષ બ્રિજની નીચે બંને તરફના માર્ગ કરાયા બંધ અને તિરાડ પડતા સુભાષ બ્રિજ 5 દિવસ કરાયો છે બંધ, 5 દિવસ ઇન્સ્પેક્શન કામગીરીના કારણે રોડ બંધ થયો છે અને વાહનચાલકો પોલીસ ચોકી તરફના માર્ગે જઈ શકશે. AMC દ્વારા સાબરમતી નદી પરના લગભગ પર વર્ષ જૂના સુભાષબ્રિજના ઈન્સ્પેક્શન દરમિયાન બ્રિજના મધ્યના ભાગમાં સેટલમેન્ટ જોવા મળતાં તાત્કાલિક ધોરણે પાંચ દિવસ માટે સુભાષબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ, દરરોજ સરેરાશ એક લાખથી વધુ વાહનોની અવરજવર ધરાવતા સુભાષબ્રિજ પર તત્કાળ 'નો એન્ટ્રી'નો અમલ કરવામાં આવ્યો છે.
ગઈકાલે નોકરી- ધંધાથી ઘરે જતા હજારો વાહનચાલકો અટવાઈ ગયા હતા
AMC દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના અચાનક પીક અવર્સમાં સાંજે 6 વાગ્યા પછી અચાનક સુભાષબ્રિજ બંધ કરવાની સૂચના આપીને તેનો તત્કાળ અમલ કરીને વાહનચાલકોને સુભાષબ્રિજ પર જતા રોકવામાં આવ્યા હતા અને તેના કારણે અફરાતફરી મચી ગઈ હતી અને સુભાષબ્રિજના બંન્ને છેડાની આસપાસના વિસ્તારોમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ જવાને કારણે હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ પ્રકારે સાંજના સમયે પીક અવર્સમાં અચાનક સુભાષબ્રિજ બંધ કરીને દેવાને કારણે નોકરી- ધંધાથી ઘરે જતા હજારો વાહનચાલકો અટવાઈ ગયા હતા.
વાહનચાલકોને અવરજવર માટે દધીચિ બ્રિજનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે
શહેરના દરેક વિસ્તારોમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા જોવા મળે છે. પરંતુ ગુરૂવારે સાંજે સુભાષબ્રિજ બંધ કરી દઈને તાત્કાલિક ધોરણે ડાઈવર્ઝનનો અમલ કરવાને કારણે RTO સર્કલ, ચીમનભાઈ બ્રિજ, સાબરમતી, જુના અને નવા વાડજ, શાહીબાગ, સહિતના વિસ્તારોમાં ચક્કાજામને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ‘વિકટ' બની ગઈ હતી.
સુભાષબ્રિજ બંધ રહેતા આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
ચાંદખેડા, સાબરમતી તરફથી આવતા વાહનોને દિલ્હી દરવાજા જવું હશે તો ચીમનભાઈ પટેલ બ્રિજ ઉતરીને રાણીપ ટર્મિનલ થઈને નવા બનેલ માર્ગથી વાડજ સર્કલથી દધિચી બ્રિજ પર થઈને દિલ્હી દરવાજા, શાહીબાગ અને સિવિલ જઈ શકાશે, આ માર્ગ પર વાહનચાલકોને 13.2 કિમીનું અંતર કાપવું પડશે. ચાંદખેડા, સાબરમતી તરફથી આવતા વાહનોને દિલ્હી દરવાજા જવું હશે તો ચીમનભાઈ પટેલ બ્રિજ ઉતરીને રાણીપ ટર્મિનલ થઈને નવા બનેલ માર્ગથી વાડજ સર્કલથી દધિચી બ્રિજ પર થઈને દિલ્હી દરવાજા, શાહીબાગ અને સિવિલ જઈ શકાશે, આ માર્ગ પર વાહનચાલકોને 13.2 કિમીનું અંતર કાપવું પડશે. શાહીબાગથી સુભાષબ્રિજ તરફ જવા માગતા વાહનચાલકોને શાહીબાગ અંડરબ્રિજ થઈને અથવા શાહીબાગ રેલવે બ્રિજ પરથી થઈને નમસ્તે સર્કલથી કેન્દ્રિય વિદ્યાલય કટથી દેવજીપુરા થઈને દધિચી બ્રિજ થઈને વાડજ સર્કલ થઈને રાણીપ ડિ-માર્ટ થઈ સુભાષબ્રિજ જઈ શકાશે, જેથી વાહનચાલકોને 9.9 કિમીથી 11 કિ.મીનું અંતર કાપવું પડશે, પીકઅવર્સમાં આ અંતર કાપવામાં 50 મિનિટ લાગશે.
આ પણ વાંચો : Kutch News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો