ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ આગળ વધી રહેલા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના નાગરિકો અને રમતગમત મહોત્સવ દરમિયાન આવનારા મહેમાનોની સુવિધા માટે AMC દ્વારા મોટા પાયે ઈલેક્ટ્રિક બસો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM ઈ-ડ્રાઈવ અંતર્ગત 1000 બસનો ઓર્ડર
કેન્દ્ર સરકારની 'PM ઈ-ડ્રાઈવ' યોજના હેઠળ પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે AMC દ્વારા પ્રથમ તબક્કામાં 1000 નવી ઈ-બસ ખરીદવા માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ બસો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે મુસાફરોને આરામદાયક અને પ્રદૂષણ મુક્ત મુસાફરીનો અનુભવ કરાવશે.
