પાનકાર્ડ અને આધારકાર્ડના ડેટાના આધારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડેટા વેરિફિકેશનની કામગીરી કરાતી હોય છે. જેના આધારે નોટિસ ફટકારાતી હોય છે. જોકે હવે જીએસટીમાં પણ પાનકાર્ડના આધારે ડેટા વેરિફિકેશન કરી નોટિસ ફટકારાશે.
અત્યાર સુધી ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગ અલગ-અલગ ડેટા પર કામ કરતા હતા
હવે પાનકાર્ડ આધારિત ડેટા શેરિંગ મજબૂત કરાયું છે. પ્રોપર્ટી ખરીદી હોય અથવા વિદેશમાં નાણાં મોકલ્યા હોય અને તેના પર ટીડીએસ કાપવામાં આવ્યો હોય, તો તેની વિગતો સીધી જીએસટી પોર્ટલ સાથે લિંક થશે. તેના થકી કરદાતા દ્વારા ભરવામાં આવેલા જીએસટી રિટર્નમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવશે તો કરદાતાને તાત્કાલિક નોટિસ ફટકારાશે. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વધુમાં વધુ ટેક્સની વસૂલાત કરી શકાય તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.













