આગામી 11 ફેબ્રુઆરીએ ફરી યોજાશે પરીક્ષા અને રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી પરીક્ષા, પરીક્ષા આપવા 32 ઉમેરદારો થતા હતા ક્વોલિફાય અને અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવા મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ કરાશે અને AMC સેન્ટ્રલ ઓફિસ દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી પરીક્ષા 11 ફેબ્રુઆરીના રોજ લેવાશે
AMCના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓક્સિરની ખાલી પડેલી 8 જગ્યા ભરવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવાને પગલે ભારે હોબાળો થતાં લેખિત પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે અને આ પ્રકારે અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવા મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફ્સિરની જગ્યા ભરવા માટેની લેખિત પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતાં ઉમેદવારોએ હોબાળો કરતા AMC સેન્ટ્રલ ઓફિસ દ્વારા આ પરીક્ષા રદ કરવાનો અને તા.11 ફેબુઆરીએ લેખિત પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.













