મુખ્યમંત્રીએ અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવનિર્મિત સબ ઝોનલ ઑફિસનું નિરીક્ષણ કર્યું હતું. આ નવું વહીવટી કેન્દ્ર પશ્ચિમ ઝોનના વિસ્તારમાં આવતા નાગરિકો માટે વહીવટી સરળતાનું માધ્યમ બનશે.


કોર્પોરેશનના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

આ અત્યાધુનિક સબ-ઝોનલ ઓફિસના કાર્યરત થવાથી બોડકદેવ અને તેની આસપાસના વિસ્તારના રહીશોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા કામકાજ માટે મુખ્ય ઝોનલ ઓફિસ સુધી જવું પડશે નહીં. આ ભવનમાં ટેક્સ કલેક્શન, સિવિક સેન્ટર અને વિવિધ વહીવટી સેવાઓ માટે અદ્યતન માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે.આ સુવિધાથી પશ્ચિમ અમદાવાદના વહીવટી માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોના સમય અને શક્તિની બચત થશે. આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્થાનિક ધારાસભ્યો, સંગઠનના અગ્રણીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના ઘાટલોડિયામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી 1,25,000 જેટલા સ્થાનિકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે


  • Follow us on: