૨૯મી માર્ચ, ૨૦૨૬ સુધી ચાલનારા આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો અને ખાસ કરીને યુવાનોને વિજ્ઞાન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. મુખ્યસચિવ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનાં સચિવ શ્રીમતી પી. ભારતી, ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વડા નિલેશ દેસાઈ સહિતના મહાનુભાવોએ આ પ્રસંગે આયોજિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી અને વિદ્યાર્થીઓ તથા ઇનોવેટર્સ સાથે સંવાદ પણ કર્યો હતો.
પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન જેવા ગંભીર વિષયો પર પણ વિશેષ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, આશરે ૯૨ જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઇનોવેટર્સ દ્વારા અહીં પોતાનાં સંશોધનો રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO, IPR, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-PRL, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-IOCL અને CSIR જેવી કેન્દ્ર સરકારની નામાંકિત સંસ્થાઓ પણ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત, માઇક્રોન કંપની દ્વારા STEM અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ખાસ સ્ટોલ્સ રજૂ કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન જેવા ગંભીર વિષયો પર પણ વિશેષ પ્રદર્શનોનો સમાવેશ કરાયો છે.
