અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી સ્નેહાજલિ સોસાયટી ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે, વર્ષ 1989માં બિલ્ડર દ્વારા સોસાયટી ઊભી કરાઈ હતી અને હાલમાં પરિવારોને ઘર છોડવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, રહીશોએ સરકાર સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થાની કરી માગ અને અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરતાં વિવાદ થયો હતો.
બિલ્ડરને ફાળવેલા પ્લોટને બદલે અન્ય જગ્યાએ બાંધકામ કર્યું
તો 35 વર્ષે તંત્રને યાદ આવ્યું કે પ્લોટ અન્ય હતો અને બાંધકામ અન્ય જગ્યાએ થયું છે, ત્યારે સોસાયટીમાં રહેતા 25 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, વર્ષ 1989માં અંગત બિલ્ડર દ્વારા આ સોસાયટી ઊભી કરવામાં આવી હતી અને બિલ્ડરે મૂળ ફાળવેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરતાં વિવાદ થયો છે, પ્લોટ માલિકને વળતર આપ્યા વગર બિલ્ડર દ્વારા અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરી મકાનો વેચવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
