લોકોના ભરોસાને વધુ મજબૂત કરતી વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ કરી બતાવી છે. ડૉક્ટરની ટીમ દ્વારા માત્ર 15 મહિનાના હિમાંક્ષ પર ગેસ્ટ્રીક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અને આ બાળક હવે સામાન્ય બાળકોની જેમ પોતાના મોંઢેથી ખાતું-પીતું થયું છે.


ઇસોફેજીયલ એટ્રીસીયા નામની જન્મજાત ખામીથી પીડાતું હતુ બાળક

જન્મ્યા ત્યારથી જ ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર બાળકને પહેલી વાર મોંઢેથી ખોરાક લેતાં જોઈને તેના માતા સહિતના પરિવારજનો ગદગદિત થઈ ગયા હતા. ભાવુક થયેલાં માતા-પિતાએ આંખમાં હરખનાં આંસુઓ સાથે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો હતો. ફુડ પાઇપની ઇસોફેજીયલ એટ્રીસીયા નામની જન્મજાત ખામીથી પીડાતા મહારાષ્ટ્ર ના 15 મહિના ના હિમાંક્ષ ને સિવિલ ના ડોક્ટરો એ દુર્લભ સર્જરીથી આપી નવી જીંદગી.

જ્યાંથી સલીવા બહાર આવે અને હોજરીમાં ટ્યૂબ મૂકી જેથી ખાવાનું આપી શકાય

હિમાંક્ષને જન્મથી અન્નનળી બનેલી જ નહતી એટલે એ સમય પર ગળામાં કાણું કર્યું જ્યાંથી સલીવા બહાર આવે અને હોજરીમાં ટ્યૂબ મૂકી જેથી ખાવાનું આપી શકાય. ઈસોફેજીયલ એટ્રેશિયાએ 4000 બાળકોમાં એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી છે તેમ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું.આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે , મુંબઈ,મહારાષ્ટ્ર ના રહેવાસી અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા ધવલ ઉનડકટ અને અમીબેન ના પુત્ર હિમાંક્ષ ને જન્મ થી અન્નનળી બનેલી જ નહતી એટલે એ સમય તાત્કાલિક ધોરણે ઓપરેશન કરી ગળા માં કાણું કર્યું જ્યાં થી સલીવા બહાર આવે અને હોજરી માં ટ્યૂબ મૂકી જેથી ખાવાનું આપી શકાય જન્મ થી 15 મહિના સુધી હિમાંક્ષ ખાવા માટે આ ટ્યુબ ઉપર જ આધારીત હતો.

માતા-પિતાએ ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જ કરાવવાનું નક્કી કર્યું

15 મહિનાના હિમાંક્ષના ચિંતિત માતાપિતાને આગળની સર્જરી કે જેના દ્વારા હિમાક્ષ પોતાના મોં વાટે ખોરાક લઇ શકે તેના માટે આશરે 8 લાખ રૂપિયા નો ખર્ચો પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા જણાવવા માં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા તપાસ કરતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રકારના ઘણા દર્દીઓની સફળ સારવાર થઈ હોવાનું માલુમ પડતા તેઓએ હિમાંક્ષ ની આગળની ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જ કરાવવાનું નક્કી કર્યું.

બાળકને હોસ્પિટલમાંથી રજા અપાઈ

તારીખ 29.10.25 ના રોજ ડો. રાકેશ જોશી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને ડો. નમ્રતા શાહ એસોસીએટ પ્રોફેસર એનેસ્થેસિયા વિભાગ દ્વારા 15 મહિના ના હિમાંક્ષ ની સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરવામાં આવી. ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી માં હોજરી ને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે જેથી બાળક મોઢેથી ખોરાક લઇ શકે છે તેમ ડો. જોષી એ જણાવ્યુ હતુ. સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરીયડ કોઈ પણ તકલીફ વગર નો રહેતા બાળકે જીવનમાં પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. બાળક ની સ્થિતી સામાન્ય અને સંતોષકારક થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેમ ડો. જોષી એ જણાવ્યું હતુ.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતમાં આજથી રેરાના નવો નિયમ અમલમાં, બિલ્ડરે બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત બન્યું


  • Follow us on: