અમદાવાદમાં કોર્પોરેશનના એસ્ટેટે વિભાગની કાર્યવાહી સામે આવી છે, જેમાં નિયમ મુજબ સુવિધા ઉભી ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે, 9 હોસ્પિટલને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને હોસ્પિટલ સંચાલકોએ દસ્તાવેજ રજૂ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવી છે.


અમદાવાદની આ 9 હોસ્પિટલો સીલ કરાઈ

01-દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ

02-મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા

03-નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા

04-રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા

05-હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ

06-સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ

07-મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ

08-આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ

09-દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ

દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી

દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, આગામી સમયમાં પણ જે પ્રોપટીના માલિકે BU મેળવી ના હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે જેવા એસેમ્બલી પ્રકારના એકમોનો વપરાશ બંધ કરાવવા અંગે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો : Gandhinagar News : સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ પ્રીમિયમ શિયાળુ પૌષ્ટિક હેમ્પર કેટલોગ “Winter Bliss”નું ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિમોચન


 

  • Follow us on: