ઈ કૂપન તેમજ ડિસ્કાઉન્ટ જેવી સ્કિમથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સફળ થશે અને ગિફ્ટ સ્કીમના અભાવે શોપિંગ ફેસ્ટિવલ ફિયાસ્કો થવાની ભીતિ છે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાનાર વેપારીઓ-ગ્રાહકોને GSTમાં છૂટ આપવાની માગ છે અને વેપારીઓ માટે નક્કી સમયગાળા માટે ટેક્સમાં છૂટ આપવામાં આવે તો મોટી સંખ્યામાં વેપારીઓ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાશે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે
એમાં તમામ કસ્ટમર અને વેપારીઓ ને ઘણું બધો લાભ થયો છે અને થશે અને અમદાવાદ વેપારી મહાસંગઠન તરફથી વિનંતી કરવામાં આવે છે, વર્ષ 2019માં જ્યારે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ એમાં અસરે 16000 કરતા વધારે મેમ્બર બન્યા હતા અને ઘણી બધી સફળતા પણ મળી હતી અને વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ આવ્યા હતા અને ઈ કૂપન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને 500 રૂપિયાથી લઈ પાંચ લાખ રૂપિયા સુધીના ઇનામો પણ આપ્યા હતા.
ગુજરાતમાં વેપારનું મોટું હબ છે
જેમાં કાર, એક્ટિવા, ટીવી, મોબાઇલ, મિક્સર અને અનેકો ઇનામો આપ્યા હતા અને ગ્રાહકોને ઘણો બધો લાભ પણ થયો હતો અને દુકાનદારોને સારો વેપાર મળ્યો હતો અને એ અનુસંધાનમાં અમદાવાદ વેપારી મહાસંગઠન તરફથી એક લેટર GSTના જુના ચીફ કમિશનર રાજીવ ટોપનોને આપ્યો હતો જેમાં કહ્યું હતુ કે, એક વર્ષ માટે મ્યુનિસિપલ ટેક્સ જે મેમ્બર બન્યા છે એમાં અને રાહત આપશો અથવા જીએસટીમાં જે પાંચ ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી જે કસ્ટમર ને વેચાણ કરે છે એમાં લાભ આપશો.









