અમદાવાદના વિરાટનગરમાં બ્રિજ નજીકના કોમ્પલેકસની દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ચપેટાં પાંચેક દુકાનો આવી ગઈ હતી. સમગ્ર ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગ લાગવા અંગે ખુલાસો સામે આવ્યો છે. કોમ્પ્લેક્સમાં ગેરકાયદે દુકાનમાં કેમિકલના લીધે આગ લાગી હોવાનો સ્થાનિકો અને દુકાનદારોએ આક્ષેપ કર્યો છે.
3 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવાયો
અમદાવાના વિરાટનગરમાં વ્રજેશ્વર કોમ્પલેક્સની પાંચેક દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. આ આગ લાગવા મુદ્દે ખુલાસો સામે આવ્યો છે. કેમિકલનું આગથી ટેસ્ટિંગ કરવા જતાં આગ ભભૂકી હતી. આ કોમ્પલેક્સમાં ગેરકાયદે દુકાનોમાં કેમિકલનું ટેસ્ટિંગ થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આજે સવારે આ કોમ્પલેક્સની પાંચ દુકાનોમાં આગ લાગી હતી. 13 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.
