અમદાવાદ શહેર અને જિલ્લાની અનેક ખાનગી શાળાઓને આજે એક અજાણ્યા ઈ-મેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા ઈ-મેઈલ અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને મળ્યા છે. મેઈલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે 1:30 કલાકે સ્કૂલમાં બ્લાસ્ટ કરવામાં આવશે. આ મેઈલ મળતા જ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી અને સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.


આ સ્કૂલોને મળ્યો મેઈલ

  • ઝાયડસ સ્કૂલ (વેજલપુર)
  • નિર્માણ સ્કૂલ (વસ્ત્રાપુર)
  • જેબર સ્કૂલ
  • અગ્રસેન સ્કૂલ
  • DAV ઇન્ટરનેશનલ સ્કૂલ
  • ડિવાઈન સ્કૂલ (અડાલજ)
  • આવિષ્કાર સ્કૂલ (કલોલ)

બપોરે 1:30 કલાકનો અલ્ટીમેટમ

ગભરાયેલા વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) તાત્કાલિક અસરગ્રસ્ત શાળાઓ પર પહોંચી ગઈ છે. સ્કૂલના દરેક ક્લાસરૂમ, મેદાન અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમની ટીમ આ ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે અને તેના આઈપી (IP) એડ્રેસનું લોકેશન મેળવવા માટે તપાસ કરી રહી છે. આ અગાઉ પણ દિલ્હી અને બેંગલુરુની શાળાઓમાં આ પ્રકારે ફેક મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, ત્યારે પોલીસ આ મેઈલ કોઈ ટીખળખોરનું કામ છે કે અન્ય કોઈ ગંભીર કાવતરું, તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

[[$googlead]]

[[$alsoread]]

આ પણ વાંચો : Vadodara News : સમા નિર્માણાધીન બ્રિજ પાસે કાળમુખો અકસ્માત, બાઈક સ્લીપ થતા સગીરે ગુમાવ્યો જીવ, પરિવારમાં આક્રંદ


  • Follow us on: