ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસે વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી.
આચાર્ય ભવનમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો રાજયપાલે
રાજ્યપાલે ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આવેલા આચાર્ય ભવનમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. રાત્રિ વિશ્રામ બાદ વહેલી સવારે રાજ્યપાલશ્રી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત પ્રભાતફેરીમાં ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઢોલ, મંજીરા અને કરતાલની સાથે પ્રભાતફેરીનો માહોલ સંગીતમય અને ઉર્જામય બનાવ્યો હતો.













