આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના ગ્રામીણ કસબીઓ અને નાના ઉદ્યોગકારો પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાદી અને કુટીર ઉદ્યોગો એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ આપણી ભવ્ય પરંપરા અને સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે.
મંત્રીએ પ્રદર્શનની મુલાકાત લઈ વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી અદભૂત કૃતિઓને નિહાળી
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા કટિબદ્ધ છે. ખાસ કરીને માનવ કલ્યાણ યોજના અને સ્વરોજગારના વિવિધ પ્રોજેક્ટ્સ થકી ગ્રામીણ યુવાનો અને બહેનોને પોતાના ગામમાં જ સન્માનજનક આજીવિકા મળે અને ગુજરાતનો હસ્તકલા વારસો વૈશ્વિક સ્તરે ચમકે તે દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મંત્રીએ પ્રદર્શનની મુલાકાત લઈ વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી અદભૂત કૃતિઓને નિહાળી હતી અને તેમની કલાની વિશેષ પ્રશંસા કરી હતી.
