અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે, સ્કૂલ સંચાલકોએ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે અને સ્કૂલ સંચાલકોની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થશે, સ્કૂલ સરકાર હસ્તક લેવાનો નિર્ણય રદ્દ કરવા માગ કરવામાં આવી છે, સરકારના નિર્ણય પર સ્ટે લાવવા સંચાલકોની માગ છે.
અમદાવાદની જાણીતી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ આખરે રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે
શાળામાં વહીવટી અને સલામતી (સેફ્ટી) સંબંધિત ગંભીર ખામીઓના પગલે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના અંતે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાને વાલીઓએ ઉમળકાભેર વધાવી લીધો છે. વાલીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સરકારે કરેલા નિર્ણયને અમે આવકારીએ છીએ. અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે યોગ્ય કામગીરી થાય તેવી અપેક્ષા છે."













