ગુજરાતમાં શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રિની આઠમની પૂજા અને આરતીના પ્રથમ હક અંગે બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા. પરંતુ આ મુદ્દે આજે હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો છે.


અંબાજી ટ્રસ્ટ વચ્ચે કાયદાકીય લડાઇ ચાલતી હતી

હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. હવે નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો લાભ ભક્તોને મળશે. હાઈકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, હવે પૂજા આરતીનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને વંશજોને નહીં મળે. ભક્તો માતાજીની પૂજા અને દર્શનનો લાભ લઈ શકશે. રાજવી પરિવાર અને અંબાજી ટ્રસ્ટ વચ્ચે કાયદાકીય લડાઇ ચાલતી હતી. દાંતા સ્ટેટના રાજવી પરિવારનો આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હકનો દાવો હતો.રાજ પરિવાર કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા. જેના પર હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Surendranagar News:નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, જાણો EDએ શું ખુલાસા કર્યા

  • Follow us on: