પાણીપુરીને લઇ સંદેશ ન્યૂઝે કર્યુ રિયાલિટી ચેક અને ગંદકી વચ્ચે પાણીપુરી બનતી હોવાનો ખુલાસો થયો છે, સતત ઉપયોગમાં લેવાતા તેલમાં બને છે પાણીપુરી અને મસાલેદાર પાણી પણ બની રહ્યું છે અશુદ્ધ પાણીથી, સંદેશ ન્યૂઝે આ બાબતે અહેવાલ રજૂ કર્યો છે અને શહેરમાં જે જગ્યાએ પુરી તળાય અને પાણી બને છે પાણીપુરીનું તેને લઈ રિયાલિટી ચેક કર્યુ.


[[$googlead]]

અમદાવાદ શહેરમાં વેચાતી પાણીપુરીને લઈને સંદેશ ન્યુઝનું રિયાલિટી ચેક

લોકો જે ટેસ્ટી પાણીપુરી આરોગી રહ્યા છે તે બની રહી છે ગંદકી વચ્ચે અને લોકોને ખબર છે તેમ છત્તા લોકો મસ્ત રીતે પાણીપુરીને આરોગતા હોય છે અને છેલ્લે બિમાર પડવાનો વારો આવે છે, સતત ઉપયોગમાં રહેલા તેલમાં તળાઈ રહી છે પાણીપુરી અને મસાલેદાર પાણી બની રહ્યું છે અશુદ્ધ પાણીથી, તો બીજી તરફ સંદેશ ન્યુઝ પહોચ્યું એ જગ્યા પર જ્યાં શહેરની મોટા ભાગની લારીઓમાં પહોંચે છે પાણીપુરી અને તેનો મસાલો.

અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું

સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો પાણીપુરીનો અહેવાલ અને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, સ્થાનિકોએ તમામ માલ-સામાન સગેવગે કર્યો છે અને વેપારીઓ તંત્રને જોતા ગંદુ તેલ, સડેલા બટાટા સંતાડી દીધા હતી, તંત્ર સેમ્પલ લે તે પહેલા જ માલ-સામાન હટાવ્યો હતો અને બળી ગયેલા તેલના જૂના ડબ્બાનો નિકાલ કર્યો છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Kheda News : એક તરફ લગ્નમાં શરણાઈ વાગતી હતી અને બીજી તરફ જમણવારમાં 100થી વધુને ફૂડ પોઈઝનિંગની અસર થતા મચી દોડધામ


  • Follow us on: